છેલ્લે પેપર ટ્રે માંથી પણ અમે નવું કંઈક બનાવી દાનનું સન્માન કર્યું.
smpssyada
siyada main primary school, block chikhali district navsari pin 396540
Friday, 5 August 2016
સેવ, મમરા ચણા અને પેપર ટ્રે
છેલ્લે પેપર ટ્રે માંથી પણ અમે નવું કંઈક બનાવી દાનનું સન્માન કર્યું.
Thursday, 4 August 2016
પ્રયોગ-સહયોગ
વિજ્ઞાનને અનુભવ સાથે સમજી શકાય અથવા તર્કથી તેનું અનુમાન કરી શકાય. પરંતુ તર્ક કે વિચારનું ઉદ્ભવવું જ અનુભવ પર અવલંબિત છે. તેથી પ્રયોગમાં જ વિજ્ઞાનના મૂળ સમાયેલાં છે.
પ્રયોગ કરવામાં નિષ્ફળતા જ મળે એમ જ થાય! પણ ......લગે રહો.....
હમ હોંગે કામયાબ... THINK ... BETTER THINK...
Saturday, 23 July 2016
Teaching stairs
એક સામાન્ય પગથીયાં જયારે શીખવવા માંડે ત્યારે શીખવાનો બોજ ઘટી જાય. અમે એવા જ વાતાવરણનું નિર્માણ કરી રહ્યાં છીએ કે જેમાંથી બાળક આપોઆપ શીખવા લાગે. "Building as Learning Aid" માં ઉમેરો કરી અમે બનાવી રહ્યાં છીએ "Building is a learning aid"
Thursday, 21 July 2016
My corner
અવનવી વાતો સાહેબ ક્યાંથી લાવતા હશે ???
આ પ્રશ્નનું નિરાકરણ ફક્ત જવાબ આપી દેવા માત્રથી નથી થતું પરંતુ અમે "મારું ખૂણીયું" નો વટ પાડવા આંગળી પકડીને લઈ આવ્યા વાંચનના સમુદ્રી માર્ગે !
પુસ્તકો (પા.પુ.) ને વાંચવાની નવી રીત અખત્યાર કરી. " વાંચો અને આખે-આખું વાંચી નાંખો! પાછું વાંચો અને એનાં જેવું શોધો, શોધતાં જાઓ અને પામતા જાઓ! " બસ ખૂણીયું ભરાઈ જાશે અને અવનવું આવશે. બસ.
એક મુલાકાત
કહાનીમાં વળાંક એટલે "સોનેટ"
॥बोले तो कहानीमे ट्विष्ट॥
નવા શૈક્ષણિક વર્ષનું પહેલું વાલી સંમેલન...એક અભૂતપૂર્વ સફળતા.
ભારે વરસાદમાં પણ આટલી મોટી સંખ્યામાં વાલીઓની ઉપિસ્થતિએ સૌના હરખને બમણો કર્યો. વાલીઓને બાળકની સાથે બેસાડી બાળકોની શૈક્ષણિક સિધ્ધિઓ , આરોગ્ય , સ્વચ્છતા, મ.ભોજન, દૂધ સંજીવની , નિયમિતતા, શિષ્યવૃતિ, બેંક એકાઉન્ટસ, આધાર કાર્ડ, યુનિફોર્મ, પ્રજ્ઞા, smc તથા મૂલ્યાંકન યોજનાઓ બાબતે પ્રતિબધ્ધિત કાર્ય કરવાના "કરાર" થયાં!
Thanks!
આ બધાંમાં ફોટા પાડવાના રહી ગયાં જેમ તેમ કરીને આ બે ભેગાં કર્યાં!!!
Wednesday, 13 July 2016
શાળા અને સમાજ એક સેતુ
બાળકોને વાલીઓની કાળજી સૌથી અસરકારક હોય છે. એ ભલે ન કહે પરંતુ અંદરોઅંદર તેમના સ્નેહને સતત ચાહતું હોય છે.
આવો જ એક પ્રયાસ અમારી શાળામાં!
વાલી ને બાળકની સિધ્ધી, મૂલ્યાંકન યોજનાઓ, શિક્ષણના પ્રવાહો વગેરેથી વાકેફ કરવાનો.